Healthy Kidneys
માર્ચનો મહિનો કિડની એવરર્નેસ મંથ છે. આ લોકોને કિડની સાથે જોડાયેલી જરૂરી જાણકારી આપવા માટેનો મહત્ત્વપૂર્ણ સમય છે. કિડની આપણા શરીરમાંથી દૂષિત પદાર્થોને બહાર કાઢે છે અને લિક્વિડનું સંતુલન બનાવી રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. પરંતુ કિડની સાથે જોડાયેલી બીમારીઓ સામાન્યપણે ત્યાં સુધી જાણવા મળતી નથી જ્યાં સુધી તે ગંભીર પરિસ્થિતિમાં ન પહોંચી જાય. એવામાં સ્વસ્થ કિડની માટે આપણે શું કરવું જોઈએ? કયા ફૂડ્સ ખાવા જોઇએ કે જેથી કિડનીની બીમારી તમને અથવા તમારા પરિવારને ન થાય. ચાલો જાણીએ તેના વિશે…
આ આદતો સ્વસ્થ કિડની માટે અપનાવો
- યોગ્ય માત્રામાં પાણી પીઓ: દિવસભરમાં 8-10 ગ્લાસ પાણી પીવાથી શરીરમાંથી દૂષિત પદાર્થો બહાર નીકળે છે.
- સંતુલિત આહાર લોઃ તાજાં ફળ. શાકભાજી અને આખા અનાજ ખાઓ.
- બ્લડસુગર નિયંત્રિત કરોઃડનયાબિટીસ કિડની ખરાબ થવાનું મુખ્ય કારણ છે માટે સુગર લેવલ સંતુલિત રાખો.
- બ્લડપ્રેશર નિયંત્રિત રાખોઃ હાઈ બ્લડપ્રેશર કિડની પર દબાણ સર્જે છે. તેને આહાર-વ્યાયામથી નિયંત્રિત કરો.
- નિયમિત વ્યાયામ કરો: આ શરીરમાં રક્તસંચારને વધુ સારો કરે છે અને
કિડનીને સ્વસ્થ (Healthy Kidneys)રાખે છે.
- દારૂ-ધૂમ્રપાનથી બચોઃ આ બંને કિડનીને નુકસાન પહોંચાડે છે. ચીજો
બીમારી: કિડનીનું જોખમ વધારે છે - પેઈન કિલરનું વધુ સેવન ન કરોઃ પેઈન કિલર (જેમ કે આઇબુપ્રોફેન)નો વધુ પડતો ઉપયોગ જોખમી છે.
- મેદસ્વિતાથી બચોઃ મેદસ્વિતા કિડની રોગનું જોખમ વધારે છે.
- તણાવ ઓછો કરો: વધુ તણાવ બ્લડપ્રેશર વધારી શકે છે. જેનાથી કિડની પર અસર પડે છે.

સંકેતઃ તેને નજરઅંદાજના કરો
- પગ, પગની ઘૂંટી અથવા ચહેરા પર સોજો.
- વારંવાર પેશાબ જવું, ખાસકરીને રાત્રે.
- પેશાબમાં લોહી આવવું અથવા ફીણવાળો પેશાબ.
- સતત ઊલટી થવી. ભૂખ ન લાગવી. હાઈ બ્લડપ્રેશર, જે કન્ટ્રોલમાં આવતું નથી.
- ફેફસામાં સતત પાણી ભરાવાના કારણે સતત શ્વાસ ચઢવો.
બીમારી: કિડનીનું જોખમ વધારે છે
- ડાયાબિટીસ: આ કિડની ફેલ થવામાં સૌથી મોટું કારણ છે. તેને કન્ટ્રોલમાં રાખો.
- મેદસ્વિતાઃ કિડની પર વધુ દબાણ નાંખે છે.
- યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન: આ કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.
- કિડની સ્ટોન: જો યોગ્ય સમયે સારવાર ન થાય તો ચેપ ઉત્પન્ન થઈ શકે છે.
ટેસ્ટ: કયા ટેસ્ટ કરાવવા?
- બલ્ડ ટેસ્ટઃ સીરમ ક્રિએટિનિન બ્લડ યુરિયા નાઇટ્રોજન (બીયુએન) ટેસ્ટ કરાવવો જોઇએ.
- યુરિન ટેસ્ટ: પેશાબમાં પ્રોટીન, લોહી અને ચેપની તપાસ કરાવવી પણ જરૂરી છે.
- ઇમેજિંગ ટેસ્ટ: અલ્ટ્રાસાઉન્ડ, સીટી સ્કેનથી કિડની સ્ટોન, સિસ્ટ, અન્ય સમસ્યાની માહિતી મળી શકે છે. જો સંકેતો છે તો આ ટેસ્ટ કરાવો.
મિથ બસ્ટર: કિડની સાથે જોડાયેલા દાવા કેટલો સાચો?
- મિથ: સ્વસ્થ કિડની માટે દિવસમાં 4-5 લિટર પાણી પીવું જરૂરી છે.
- ફેક્ટ: જરૂરિયાતથી વધુ પાણી પીવાથી કિડની પર વધુ દબાણ થઇ શકે છે. જેટલી જરૂરિયાત છે. તેટલું જ પાણી પીઓ.
- મિથ: માત્ર વૃદ્ધોને જ કિડની સાથેજોડાયેલી બીમારીઓ થાય છે.
- ફેક્ટઃ કોઈ પણ ઉમરમાં કિડનીની સમસ્યાથઇ શકે છે.
- મિથ: ભોજનમાં વધારે પ્રોટીન ખાવાથી કિડની ખરાબ થાય છે.
- ફેક્ટઃ સંતુલિત માત્રામાં પ્રોટીન જરૂરી
3 thoughts on “સ્વસ્થ કિડની માટે જીવનશૈલીમાં આ આદતો અપનાવો – Healthy Kidneys”