ગરમી સામે સાવચેતી એ જ સલામત ,
આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાયલન્ટ ડિઝાસ્ટર “હીટવેવ(લૂ)”થીઆપણું આ માનવજીવન ખૂબ જ પ્રભાવિત થાય છે. ગુજરાતના નાગરિકો ઉનાળાની ગરમીમાં પોતાના પરિવારને હિટવેવની વિપરીત અસરોથી બચાવી શકે તે માટે રાહત કમિશનરની કચેરી દ્વારા “હિટવેવ” માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
ઉનાળામાં લૂ ની સંભવિત અસરોને નિવારીને રક્ષણ મેળવી શકાય તે અર્થે માર્ગદર્શિકામાં હીટવેવ અથવા લૂ ના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે.
હીટવેવ અથવા લુ ના લક્ષણો
- માથા નો દુખાવો પગની પિંડી નો દુઃખાવો
- શરીર માંથી પાણી ઓછું થઈ જવું તેથી તરસ લગાવી
- તાવ આવી જવો
- નાડી ના ધબકારા વધી જવા.
- ઊલટી અને ઊબકા થવા
- ચક્કર અને આંખે અંધારા આવવા
- બે ભાન થઇ જવું
- અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવી
હીટવેવથી બચવા શું કરવું અને શું ન કરવું?
આટલું કરો
- જો તમને તરસ ન લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ
- મુસાફરી દરમિયાન 30 મિનિટે મિનિટે પાણી પીવું જોઈએ અને વૃક્ષ અથવા કોઈ છાયા માં વિહામો ટૂંક સમય નો કરવો.
- આપણા શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે નીચે મુજબ ના પ્રવાહી લેવા જોવે
ORS દ્રાવણ
છાશ, લસ્સી,
લીંબુ પાણી,
ભાતનું ઓસામણ
નારિયેળ પાણી નો ઉપયોગ કરો - તડકા ના સમયે (12વાગ્યા થી 4વાગ્યા ની વચ્ચે) ઘરની બહાર જવાનું ટાળો અને જવાનું થાય તો જતી વખતે માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો
- સગર્ભા માતા, નાના બાળકો, વૃદ્ધો તેમજ અશક્ત અને બિમાર વ્યકિતઓનું ખાસ ધ્યાન રાખવું.
- જીન્સ ની બદલે વજનમાં અને રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરો
- આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવો
- પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો
- વધુ પડતો તડકા માં શ્રમ ટાળવો
- બાળકો ને નાહવા માટે કેસુડાનાં ફુલ તથા લીમડાના પાન નો ઉપયોગ કરવો.
- બાળકો, વૃદ્ધો, બિમાર વ્યક્તિ અથવા તો વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ “લૂ”ના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે તેમની વિશેષ કાળજી રાખો
આટલું ન કરો
- શક્ય હોય ત્યાં સુધી બપોરના ૧૨ વાગ્યાથી ૪ વાગ્યા સુધી તડકામાં ઘર ની બહાર ન નીકળવું જોઈએ.
- લાંબા ગાળા ની મુસાફરી ટાળવી જોઈએ
- આપણા શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણાં જેવા કે ચા, કોફી, સોફ્ટ ડ્રિંકસ ન લેવા ,મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહારનો ઉપયોગ ટાળવો
- બાળકો, વૃદ્ધો,બીમાર વ્યક્તિ ને મુસાફરી ન કરવી જોઈએ.
આ પણ વાંચો:
લૂ લાગેલ વ્યક્તિની પ્રાથમિક સારવાર કઈ રીતે કરવી?
- જો કોઈ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો
- શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ORS દ્રાવણ અથવા લીંબુ પાણી આપો
- લૂ લાગેલ વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર લઇ જવા
- જો શરીરનું તાપમાન સતત વધતું હોય, માથાનો અસહ્ય દુઃખાવો હોય, નબળાઈ હોય, ઉલટી થતી હોય કે બેભાન થઈ જાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવી
હીટવેવ સામે લડવા સજજ રહીએ, ગરમીમાં ‘લૂ’ લાગવાથી બચીએ
સચેત રહો, સુરક્ષિત રહો
One thought on “ગરમીની લહેરમાં કેવી રીતે સુરક્ષિત રહેશો? હીટવેવથી બચવા માટેના મહત્વપૂર્ણ ઉપાયો -How to stay safe from heatwave?”