Mahakumbh 2025 : ગુજરાતના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવ્યો છે. 4 ફેબ્રુઆરીથી 5 નવી બસો શરૂ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, વડોદરા અને રાજકોટથી 1થી વધુ, સુરતથી 2 બસો શરૂ કરવામાં આવશે. આ બસોનું ઓનલાઇન બુકિંગ આજે (2 ફેબ્રુઆરી) સાંજે 5 વાગ્યાથી એસ.ટી નિગમની વેબસાઇટ પરથી કરી શકાશે.

સુરત તથા રાજકોટ ખાતેથી શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ (MP Border) ખાતે કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને વડોદરા ખાતેથી શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી (MP) ખાતે કરવામાં આવી છે.
Arrangements have been made for the first and third night accommodation for buses starting from Surat and Rajkot at Baran (MP Border). While arrangements have been made for the first and third night accommodation for buses starting from Ahmedabad and Vadodara at Shivpuri (MP).
આ પણ વાંચો…
-
મન ફાવે ત્યાં ફરો યોજના-Man Fave Tya Faro Yojna
-
સ્વસ્થ કિડની માટે જીવનશૈલીમાં આ આદતો અપનાવો – Healthy Kidneys
પ્રયાગરાજમાં રહેવાની વ્યવસ્થા યાત્રિકોએ જાતે કરવાની રહેશે (Pilgrims will have to make their own arrangements for accommodation in Prayagraj.)
શરુ થનાર નવીન તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે. પ્રતિ વ્યક્તિ પેકેજ, અમદાવાદથી રૂ. 7800, સુરતથી 8300, વડોદરાથી 8200 તથા રાજકોટથી 8800 નક્કી કરવામાં આવ્યું છે. આ નવી બસનું ઓનલાઇન બુકિંગ આજે 2 ફેબ્રુઆરી 2025 ના રોજ સાંજે 5 કલાક થી એસ.ટી નિગમની વેબસાઈટ http://gsrtc.in પરથી થઇ શકશે.