ઠંડું પાણી પીવું કેટલી હદ સુધી આરોગ્ય માટે સારું છે? જાણો ઉનાળાની સાચી પાણી પીવાના રીતો-room temperature water benefits in Gujarati

ગરમી એટલે કે ઉનાળા ની મોસમ આવે એટલે આપણે બધાને ઠંડા પાણીની કે ઠંડા પીણા ની તલશ રહે છે. ફ્રિજમાંથી કાઢેલું ઠંડું પાણી પીવાથી શરીર તાત્કાલિક ઠંડક અનુભવતું હોય છે, આ પાણી ઉનાળ ના તડકા કે ગરમીમાં થાકેલા શરીર માટે રાહતરૂપ લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે ખૂબ ઠંડું પાણી તમારા આરોગ્ય ઉપર નુકસાનકારક બની શકે છે? ચાલો આજે વિગતવાર સમજીયે કે ઠંડું પાણી પીવાથી શારીરિક પ્રણાલીઓ પર શું અસર પડે છે, અને ક્યારે તેને ટાળવું જોઈએ.

ઠંડું પાણી પીવાથી તરત મળતી રાહત

ઠંડું પાણી તમારા શરીરની અંદરના તાપમાનને થાળે પાડે છે. જ્યારે આપણે ભર ઉનાળામાં બહાર ગરમી માંથી આવીને ઠંડું પાણી પીએ છીએ, ત્યારે શરીર તાજગી અને ઠંડક અનુભવે છે અને થાક પણ ઉતરી જાય છે. ખાસ કરીને ગરમી ન વાતાવરણમાં કામ કરતા લોકો માટે ઠંડું પાણી પીવું એક પ્રકારનો આરામ છે. આ ઉપરાંત, કેટલીકવાર ગરમીમાં શરીરના મેટાબોલિઝમને ઠંડું પાણી તાત્કાલિક સંતુલિત કરે છે.

ઠંડું પાણી પીવાના નુકસાન

આયુર્વેદ અનુસાર શરદીનું જડ છે ઠંડું પાણી

આપણા આયુર્વેદમાં ઠંડા પાણીનું સેવન “અગ્નિ” એટલે કે પાચક શક્તિ માટે અવરોધક એટલે વિરોધી માનવામાં આવે છે. વધારે ઠંડું પાણી પાચનતંત્રના તાપમાનને ઘટાડી દે છે, જેનાથી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે. ખાસ કરીને ભોજન દરમિયાન કે તુરંત પછી ઠંડું પાણી પીવાથી પેટ ભરાવાની લાગણી આવે છેજેનાથી જઠરાગ્નિ દુર્બળ બની શકે છે. આથી અપચો, ગેસ, એસિડિટી અને પેટની અસ્વસ્થતા જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આ ઉપરાંત શરદીનું પણ વધારે મૂળભૂત કારણ ઠંડુ પાણીકે પીણા ને ગણી શકાય.

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ નુકસાની

વૈજ્ઞાનિક અભ્યાસો અનુસાર, ખૂબ ઠંડું પાણી પીવાથી મ્યુકસ મેમ્બ્રેન્સ થાય છે, જે આપણી શ્વાસનળીમાં સમસ્યાઓ ઊભી કરે છે. ખાસ કરીને શરદી કે અસ્થમાના બીમાર દર્દીઓ માટે તે વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઠંડું પાણી પીવાથી હ્રદયના ધબકારા પણ બદલાઈ શકે છે, કારણ કે શરીર હાર્મોનલ રિએકશન દ્વારા આપત્તિ માને છે. વધુમાં, એક્સર્સાઈઝ પછી તાત્કાલિક ઠંડું પાણી પીવાથી પાચનતંત્ર અને રક્તપ્રવાહમાં અસંતુલન આવી શકે છે.

ઠંડુ પાણી કોને ન પીવું જોઈએ?

ઠંડું પાણી પીવાનું ટાળવું જોઈએ:

  • શરદી , અસ્થમા કે ખાંસીના દર્દીઓને
  • સંધિવામાં દુખાવા કે હાડકાંની બીમારીઓવાળા લોકોને
  • માઈગ્રેન કે હેડેક થતા હોય તેવા લોકોને
  • ડાયાબિટીસ અથવા થાઈરોઈડ જેવા મેટાબોલિક રોગ ધરાવતા લોકો માટે

આ લોકો માટે ખાસ કરીને સામાન્ય તાપમાનનું પાણી પીવું વધુ આરોગ્યદાયક હોય છે.

પાણી નું યોગ્ય તાપમાન શું?

આયુર્વેદ અને મોર્ડન મેડિકલ બંને સંસ્થાઓનું માનવું છે કે પાણીનું તાપમાન રૂમ તાપમાન (20°C થી 25°C) વચ્ચે હોવું વધુ યોગ્ય છે. એવું પાણી પીવાથી પાચન શક્તિ વધે છે, અને શરીરમાં ધીમી રીતે પાણી શોષાય છે, જે આરોગ્ય માટે ફાયદાકારક હોય છે.

ઠંડું પાણી પીવાના નુકસાન

પાણી કેટલું પીવું જોઈએ?

ઉનાળા દરમિયાન ગરમીના દિવસોમાં આપણા શરીરને વધુ પાણીની જરૂર હોય છે કારણ કે શરીર માં ગરમી વધતા પરસેવો સ્વરૂપે પાણી બહાર નીકળે છે. આથી રોજના 8થી 10 ગ્લાસ પાણી પીવું એ આપણા શરીર માટે જરૂરી હોય છે સામાન્ય વ્યક્તિ માટે. ફ્રિજનું બરફ જેવું ઠંડું પાણી જરૂર પડ્યે તોજ પીવું જોઈએ, નહિ તો રૂમ તાપમાનનું પાણી આરોગ્ય માટે વધુ લાભદાયક છે.

આ પણ વાંચો:

  1. ગરમીની લહેરમાં કેવી રીતે સુરક્ષિત રહેશો? હીટવેવથી બચવા માટેના મહત્વપૂર્ણ ઉપાયો

  2. સ્વસ્થ કિડની માટે જીવનશૈલીમાં આ આદતો અપનાવો – Healthy Kidneys

અંતમાં – સમજદારી રાખો

અહીંયા મુખ્ય વાત એ છે કે ઠંડું પાણી હંમેશાં ખોટું નથી, પણ તેનો વારંવાર અને વધુ પ્રમાણમાં ઉપયોગ શરીરને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે એ વિચારતા હોવ કે ઉનાળામાં ઠંડું પાણી આપમેળે સારું છે, તો ફરી વિચારવાનું છે. ગરમીથી બચવા માટે પાણીનું યોગ્ય તાપમાન પસંદ કરો, અને આરોગ્ય માટે સાવચેત રહો.

#ઠંડું પાણી પીવાના નુકસાન

#ઉનાળામાં પાણી પીવાની રીત

#આયુર્વેદ અને ઠંડું પાણી

#ફ્રિજનું પાણી પીવું સારું કે ખરાબ?

#room temperature water benefits in Gujarati

One thought on “ઠંડું પાણી પીવું કેટલી હદ સુધી આરોગ્ય માટે સારું છે? જાણો ઉનાળાની સાચી પાણી પીવાના રીતો-room temperature water benefits in Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *