ખેડૂત ભાઈઓ માટે ખુશખબરી! ફરી શરૂ થઈ સ્માર્ટફોન સહાય યોજના | ₹6000 સુધીની સહાય મેળવો | Smartphone Sahay Yojana 2025

📱 ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના 2025 – સંપૂર્ણ માર્ગદર્શિકા

“તમે જો ખેડૂત છો અને સ્માર્ટફોન ખરીદવા માંગો છો, તો આ સરકારી સહાય યોજના તમારા માટે અમૃતસમાન છે.”

Smartphone Sahay Yojana 2025 :આજના ડિજિટલ યુગમાં ખેતી પણ હવે ટેક્નોલોજીની સાથેથી હાલ આગળ વધી રહી છે. ગુજરાત સરકાર agricultures એટલે કે ખેતી ને વધુ ટેકનિકલ અને જ્ઞાનસભર બનાવવા માટે ઘણી યોજનાઓ ચાલુ રાખે છે. એવી જ એક મહત્વપૂર્ણ યોજના છે – “સ્માર્ટફોન સહાય યોજના 2025”.

આ બ્લોગમાં આપણે જાણીશું કે આ યોજના શું છે, કોને તેનો લાભ મળે છે, અરજી કરવાની રીત, જરૂરી દસ્તાવેજો અને ઘણી બધી જરૂરી માહિતી સરળ ભાષામાં…

Smartphone Sahay Yojana 2025

✅ Smartphone Sahay Yojana 2025 : યોજના વિશે માહિતી

યોજના નામ ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના 2025
શરૂ કરનાર ગુજરાત સરકાર – કૃષિ વિભાગ
ઉદ્દેશ્ય ખેડૂતને ડિજિટલ ખેતી માટે પ્રોત્સાહન આપવું
લાભ સ્માર્ટફોન ખરીદી પર 40% અથવા ₹6000 સહાય
લાયકાત ગુજરાતના પતાવાળું ખેડૂત હોવું જોઈએ
અરજી પદ્ધતિ ઓનલાઈન – ikhedut.gujarat.gov.in
છેલ્લી તારીખ   20/07/2025

📲Smartphone Sahay Yojana 2025: યોજના શા માટે જરૂરી છે?

  1. ડિજિટલ ખેતીને વધારવા માટે
  2. હવામાન, વરસાદ, રોગજંતુની માહિતી મળવા માટે
  3. ખેતી સબસીડી/સહાયની ઓનલાઈન અરજી માટે
  4. સરકારની નવી યોજનાઓ જાણવા માટે
  5. યુટ્યૂબ, ગૂગલથી ખેતીની નવી ટેક્નિક શીખવા માટે

🌱Smartphone Sahay Yojana 2025: યોજનાનો લાભ કોણ-કોણ લઈ શકે?

  • અરજદાર મૂળ ગુજરાતનો ખેડૂત હોવો જોઈએ.
  • અરજીકર્તા પાસે ખેતી માટે જમીન હોવી જોઈએ.
  • જે ખેતી માટે 8-A દાખલો ધરાવે છે.
  • ફક્ત એક વખત જ સહાય મળવા પાત્ર.
  • જો સંયુક્ત ખાતા હોય તો તેમાંના એક ખેડૂતને જ સહાય મળશે.

💰Smartphone Sahay Yojana 2025: સહાય કેટલા રૂપિયા મળે?

મોટું બદલાવ – હવે 10% નહીં પણ સીધું 40%!

  • જો તમે ₹15,000ના ફોન ખરીદો છો તો તેના પર 40% એટલે કે ₹6,000 સુધી સહાય મળવા પાત્ર છે.
  • અને હા! જો ફોન ₹9000નો છે, તો સહાય ₹3600 મળી શકે.
  • જો ખેડૂત મિત્રો તમારો ફોન ₹16,000નો છે, તો પણ વધુ માંવધુ ₹6000 સહાય જ મળે

📋Smartphone Sahay Yojana 2025: આ યોજના નો લાભ લેવા ક્યાં જરૂરી દસ્તાવેજો છે?

ખેડૂત મિત્રો અરજી કરતા પહેલા નીચેના દસ્તાવેજો તૈયાર રાખવા જોઈએ:

  1. પોતાનું આધાર કાર્ડ
  2. 8-A દાખલો (જમીનના માલિકીનો પુરાવો)
  3. મોબાઈલની ખરીદીનું બિલ (GST નંબર સાથે)
  4. નવો ખરીદેલો મોબાઇલ કે સ્માર્ટફોનનો IMEI નંબર
  5. બેંક પાસબુકની નકલ / રદ થયેલો ચેક
  6. મોબાઈલ ખરીદીના ફોટા ની પ્રિન્ટ
  7. અરજીપત્રક પર ખેડુ ની સહી સાથે

🖥️Smartphone Sahay Yojana 2025: ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શિકા:

  1. પ્રથમ આ ikhedut.gujarat.gov.in વેબસાઈટ ઓપન કરો
  2. જો તમારું રજીસ્ટેશન નથી તો “ખેડૂત” તરીકે રજીસ્ટર કરો અને જો રજીસ્ટ્રેશન હોય તો લોગિન કરો
  3. ત્યાર બાદ “યોજનાઓ” વિભાગમાં જઈ ખેતીવાડી યોજના પસંદ કરો અને “સ્માર્ટફોન સહાય યોજના” પસંદ કરો
  4. પસંદ કર્યા પસી માહિતી ભરો અને દસ્તાવેજો અપલોડ કરો
  5. અંતે ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ કાઢો, આ પ્રિન્ટ તમારી પાસે જાળવી રાખો
  6. જ્યારે તમારી અરજી મંજૂર થાય ત્યારે ગ્રામીણ વિસ્તારમાં તો ગ્રામસેવકને અથવા તાલુકા કક્ષાએ ઉપર ના ડોક્યુમેન સાથે સબમિટ કરો (પૂર્વ મંજૂરી બાદ)
Smartphone Sahay Yojana 2025

⏳Smartphone Sahay Yojana 2025: અરજી થય ગયા પછી શું કરવું?

  • અરજી કર્યા પછી મંજૂરી માટે તમારું ફોર્મ વિહિત અધિકારી પાસે જશે.
  • ત્યાંથી તે કોમ્પુટર ડ્રો સિસ્ટમ દ્વારા અરજી પસંદ કરવા માં આવશે
  • જો તમારી અરજી ની મંજૂરી ના મળે ત્યાં સુધી રાહ જોવો.
  • અરજી કર્યા ની પ્રિન્ટ તમારી પાસે જાળવી રાખો
  • મંજૂરી મળ્યા પછી તમારું SMS / Email દ્વારા સૂચિત થશે.
  • આ ઉપરાંત મંજૂરી મળે તે 15 દિવસમાં સ્માર્ટફોન ખરીદવો ફરજિયાત છે.
  • ખરીદી કર્યા પછી બિલ અને ડોક્યુમેન્ટ સાથે તાલુકા કાર્યાલયમાં જમા કરાવશો.

📅 અરજી કરવાની સમયમર્યાદા

માહિતી વિગતો
અરજી શરૂ થવાની તારીખ 21 જૂન, 2025
અરજીની છેલ્લી તારીખ 20 જુલાઈ, 2025
અરજીની રીત ઓનલાઇન (iKhedut પોર્ટલ દ્વારા)
વેબસાઈટ ikhedut.gujarat.gov.in

📌 મહત્વપૂર્ણ સૂચનો

  • આ સમયગાળામાં જ અરજી સ્વીકારવામાં આવશે. 21/06/2025 પહેલા કે 20/07/2025 પછીની કોઈ પણ અરજી માન્ય નહીં ગણાય.
  • જો અરજી મંજૂર થાય છે તો માત્ર 15 દિવસની અંદર મોબાઈલ ખરીદી કરવાની રહેશે. તેથી સમયસર અરજી કરો.
  • ખાસ ખેડૂત મિત્રો મોબાઈલની સાથે મળતા earphones, charger વગેરે પર સહાય લાગુ નથી.
  • ફક્ત સ્માર્ટફોનની ખરીદી જ સહાય માટે માન્ય છે.
  • આ ઉપરાંત જો ફોર્મમાં ખોટી માહિતી આપશો તો અરજી રદ થઈ શકે છે.
  • સહાય માત્ર એક વાર મળે છે – આજે નહીં તો ક્યારેય નહીં!

આ પણ વાંચો:


🙋 પ્રશ્નોત્તરી (FAQs)

Q. શું આ સહાય હજી પણ ચાલુ છે?
હા, આ યોજના ફરી એકવાર ચાલુ કરવા માં આવી છે જેથી બાકી રહી ગયેલા ખેડૂત લાભ મેળવી શકશે.છેલ્લી તારીખ 20/07/2025 સુધી ચાલુ છે.

Q. સ્માર્ટફોન ક્યાંથી ખરીદવો પડે?
ખેડૂત મિત્રો તમે સ્માર્ટફોન કોઈ પણ દુકાને થી ખરીદી શકો, પરંતુ તે બિલ  GST નંબર ધરાવતું હોય તે આવશ્યક છે.

Q. ખરીદી પહેલાં અરજી કરવી પડે કે પછી?
આજની સ્થિતિ અનુસાર – મૂંઝવણ ટાળવા માટે પહેલેથી અરજી કરો અને મંજૂરી પછી ખરીદી કરો.


🔚 નિષ્કર્ષ

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના 2025 ખરેખર ખેડૂતો માટે એક ડિજિટલ ભવિષ્ય તરફ આગળ વધવાની મહત્વપૂર્ણ કડી છે. ટેક્નોલોજીનો સારો ઉપયોગ કરવાથી આજે ખેડૂત પણ આબાદ થઈ શકે છે અને ખેતી વધુ સક્ષમ અને લાભદાયક બની શકે છે.

તેથી જો તમે ખેડૂત છો, તો આજે જ આ યોજના હેઠળ આવશ્યક ડોક્યુમેન્ટ તૈયાર કરો અને ઓનલાઇન અરજી કરો – જેથી તમારા હાથમાં પણ સ્માર્ટ ટેકનોલોજીનો સપોર્ટ રહે.


👉 ઉપયોગી લિંક:
📌 iKhedut પોર્ટલ પર અરજી કરો

📞 પ્રશ્નો હોય તો:
તમારા નજીકના કૃષિ અધિકારીનો સંપર્ક કરો અથવા તાલુકા કાર્યાલય ખાતે અથવા ગ્રામ સેવકની મુલાકાત લો.

Leave a comment