RTE અંતર્ગત ધોરણ – ૧ માં પ્રવેશ 2025

RTE અંતર્ગત ધોરણ – ૧ માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે

ફોર્મ ભરવા માટે ની તારીખ :-

તારીખ :- ૨૮-૦૨-૨૦૨૫ થી તારીખ :- ૧૨-૦૩-૨૦૨૫ સુધી માં ભરી શકાશે.

સુચના :-

(૧) તારીખ :- ૩૧-૦૫-૨૦૧૯ પહેલા જન્મેલા બાળકો જ ધોરણ – ૧ માં RTE ફોર્મ ભરી શકશે.
(૨) બધા ડોક્યુમેન્ટ ઓરીજનલ સાથે લાવવા.

RTE યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ :-

(૧) બાળક નો જન્મ તારીખ નો દાખલો ( ૦૨-૦૬-૨૦૧૮ થી ૦૧-૦૬-૨૦૧૯ વચ્ચે નો હોવો જોઈ એ )
(૨) બાળક નું આધાર કાર્ડ
(૩) માતા – પિતા નું આધાર કાર્ડ
(૪) પિતા નો આવક નો દાખલો ( તા. ૦૧-૦૪-૨૦૨૨ પછી નો )
(૫) જાતી નો દાખલો ( જનરલ કાસ્ટ માટે જરૂરી નથી. )
(૬) રહેઠાણ નો પુરાવો ( આધાર કાર્ડ , ચુંટણી કાર્ડ , લાઈટ બિલ , રેશન કાર્ડ માથી કોઈ પણ એક )
(૭) બેન્ક પાસબુક ( માતા , પિતા અથવા બાળક માથી કોઈપણ ૧ ની )
(૮) આંગણવાડી કરેલ હોય તો તેનું ૨ વર્ષ નું સર્ટીફિકેટ ( જો હોય તો )
(૯) પાનકાર્ડ ( જો હોય તો )
(૧૦) પાસપોર્ટ સાઈજ ફોટો
(૧૧) માતા – પિતા નો સહી નો નમુનો

વાલી મિત્રો માટે ખાસ સુચના:

Web Site:- www.rte.orpgujarat.com

  • આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો. અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો. ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે
  • રહેઠાણનાં પૂરાવા તરીકે બાળકના પિતાનાં આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ /પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.
  • જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે.
    (નોટોરાઈઝડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં).
  • પાન કાર્ડ(PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.
    (સેલ્ફ ડીકલેરેશનનો નમૂનો વેબસાઈટનાં હોમપેજ પરથી મેળવી લેવો)
  • પ્રવેશ માટે આપ જે શાળાઓ પસંદ કરવા ઈચ્છતા હોવ તે મુજબની શાળાઓ જ ફોર્મ ભરતી વખતે તમારી પસંદગી મુજબના ક્રમમાં ગોઠવાય તે ખાસ ધ્યાને લેવું.
  • ફોર્મ સબમિટ કરતા પહેલા ફરીવાર ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિગતો જોયા બાદ જ ફોર્મ સબમિટકરવું. ફોર્મ સબમિટ કર્યા બાદ કોઈ સુધારો થઈ શકશે નહી.
  • ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શનની જરૂર જણાય તો હોમપેજ પર દર્શાવેલ આપના જિલ્લાના હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરવો.
ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.

1 thought on “RTE અંતર્ગત ધોરણ – ૧ માં પ્રવેશ 2025”

Leave a Comment