
રાજય સરકારની “રાજયના પશુપાલકોને પશુધન વીમા સહાય”ની યોજના હેઠળ વધારાની સહાય મળવાપાત્ર રહેશે. જે મુજબ પશુપાલકે વીમા કંપનીના પ્રતિનિધિને પ્રતિ પશુ દીઠ વીમા પ્રીમીયમ માટે પ્રતિ પશુ રૂ.૧૦૦/- ચુકવવાના રહેશે જ્યારે નેશનલ લાઈવ સ્ટોક મિશન (NLM) હેઠળની ૮૫% વીમા પ્રીમીયમની સહાય ઉપરાંત બાકીની તમામ રકમ“રાજયના પશુપાલકોને પશુધન વીમા સહાય” ની યોજના હેઠળ રાજ્ય સરકાર વીમા કંપનીને ચૂકવશે. પશુપાલક દીઠ વધુમાં વધુ 10 પશુઓમાં પશુ દીઠ વીમા પ્રીમીયમની સહાય મળવાપાત્ર છે.
પશુધન વીમા સહાય યોજનાનો વિસ્તાર:
- બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, પંચમહાલ, ખેડા, વડોદરા, સુરત, વલસાડ, ડાંગ, નવસારી, જૂનાગઢ, ભાવનગર, રાજકોટ અને કચ્છ જિલ્લાઓનો સમાવેશ થાય છે.
લાભાર્થી પશુઓ:
- દેશી ગાય-ભેસ વેતરદીઠ (ઓછામાં ઓછું 1500 લિટર દૂધ ઉત્પાદન)
- સંકર ગાય વેતરદીઠ (ઓછામાં ઓછું 2000 લિટર દૂધ ઉત્પાદન)
વીમા સહાય:
- ૮૫% વીમા પ્રીમીયમની સહાય
- વધુમાં વધુ 10 પશુઓ માટે વીમા સહાય મળશે.
પશુની કિંમત નક્કી કરવાની પ્રક્રિયા:
- નાબાર્ડ દ્વારા નક્કી કરેલ કિંમત ધ્યાનમાં લેવાશે.
- ઉત્પાદન મુજબ પશુની કિંમત નક્કી થશે.
મહત્વની શરતો:
- પશુનું વયમર્યાદા (ગાય: 2-10 વર્ષ, ભેસ: 3-12 વર્ષ).
- પશુ રોગમુક્ત, વાંઝિયું, ઘરડું, કે ખોડખાપણ વગરનું હોવું જોઈએ.
- ખરવા-મોવાસા, ગળસૂઢો, હડકવા સામે ફરજિયાત રસીકરણ.
- પશુ મૃત્યુ પામે તો તાત્કાલિક જાણ કરવી.
- મરણોત્તર તપાસ પશુ દવાખાનાના પશુચિકિત્સા અધિકારી દ્વારા કરાવવી.
- કાનની કડી ફરજિયાત.
- દાવા માટે નિયત સમયમર્યાદામાં દાવા પત્રક રજૂ કરવું.
- બેંક ખાતું ફરજિયાત.
અરજી કરો : તા 01/01/2025 -15/03/2025 સુધી
Link : https://ikhedut.gujarat.gov.in/
વધુ માહિતી માટે: સ્થાનિક પશુ દવાખાના, જિલ્લા પંચાયત અથવા ગુજરાત લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બોર્ડ, ગાંધીનગરનો સંપર્ક કરો.
ગુજરાત લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બોર્ડ,
કુષિ ભવન, સેક્ટર ૧૦-એ, પોડિયમ લેવલ, ગાંધીનગર
ફોનઃ ૨૩૨૫૭૯૨૦, ફેક્સ : ૨૩૨૪૪૬૧૮