Pasu Khandan Sahay Yojana 2025 | મફત પશુ ખાણદાણ સહાય યોજના

Pasu Khandan Sahay Yojana 2025

ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના ગાભણ કે વિયાણ બાદ ખાણદાણ સહાય યોજના અમલ માં મૂકવા માં આવી છે. આ યોજના ના ઘટકો ગાભણ અને વિયાણ ના લાભો નીચે મુજબ વિગત વાર આપેલ છે 

Pasu Khandan Sahay Yojana 2025

1.ઘટકનું નામ (ગાભણ) :

  • સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય

સહાયનું ધોરણ:

  • વાર્ષિક પ્રતિ પશુ પ્રતિ પશુપાલક (કુટુંબ) દીઠ એક વખત સહાય મળવા પાત્ર રહેશે. રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્રારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે. લાભાર્થિ દીઠ કુલ ૧૫૦ કિગ્રા ખાણદાણ માટે ૧૦૦% લેખે સહાય

2.ઘટકનું નામ (વિયાણ બાદ) :

  • સામાન્ય જાતિના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ ખાણદાણ સહાય

સહાયનું ધોરણ:

  • વાર્ષિક પ્રતિ પશુ પ્રતિ પશુપાલક (કુટુંબ) દીઠ એક વખત સહાય મળવા પાત્ર રહેશે. રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્રારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે. લાભાર્થિ દીઠ કુલ ૧૫૦ કિગ્રા ખાણદાણ માટે ૧૦૦% લેખે સહાય
Pasu Khandan Sahay Yojana 2025

Pasu Khandan Sahay Yojana 2025 માટે લાભાર્થીની પાત્રતા.

  • અરજદારને ગુજરાતમાં પોતાની જમીન હોવી જોઈએ.
  • પશુપાલનનો વ્યયવસાય કરતા હોવા જોઈએ.
  • ગુજરાતના રહેવાસી હોવા જોઈએ.

મફત પશુ ખાણદાણ સહાય માટે ખેડૂતને આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. જેની માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરીયાત રહે છે.

  • આધારકાર્ડની નકલ
  • 7/12 ઉતારા કે 8-અ ની નકલ
  • અરજદાર દિવ્યાંત હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર.
  • રેશનકાર્ડની નકલ
  • કુદરતી સંવર્ધન રીતે કે બીજદાનથી પશુ ફેળવ્યાનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
  • પશુઓમાં ગર્ભ પરીક્ષણનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  • જો આપ સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત.

આ પણ વાંચો:

  1. પશુધન વીમા સહાય યોજના 2025

અરજી કરવાની તારીખ :

  • 09/05/2025 થી 15/06/2025

અરજી કરવાની link : Link

Pashu Khandan Sahay Yojana 2025 :

યોજનાનું નામ મફત પશુ ખાણદાણ સહાય યોજના
લાભ કોને મળશે ગુજરાતના તમામ ખેડૂતને આવક મર્યાદા વિના
યોજના હેઠળ મળનાર લાભ 150 કિલો મફત પશુખાણ દાન
અરજી ક્યાં કરવી Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહે
અરજી કરવાનો સમયગાળો 09/05/2025 થી 15/06/2025
ઓફિસિલય વેબસાઈટ Ikhedut.gujarat.gov.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *