Pasu Khandan Sahay Yojana 2025 : ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના ગાભણ કે વિયાણ બાદ ખાણદાણ સહાય યોજના અમલ માં મૂકવા માં આવી છે. આ યોજના ના ઘટકો ગાભણ અને વિયાણ ના લાભો નીચે મુજબ વિગત વાર આપેલ છે

1.ઘટકનું નામ (ગાભણ) :
- સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય
સહાયનું ધોરણ:
- વાર્ષિક પ્રતિ પશુ પ્રતિ પશુપાલક (કુટુંબ) દીઠ એક વખત સહાય મળવા પાત્ર રહેશે. રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્રારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે. લાભાર્થિ દીઠ કુલ ૧૫૦ કિગ્રા ખાણદાણ માટે ૧૦૦% લેખે સહાય
2.ઘટકનું નામ (વિયાણ બાદ) :
- સામાન્ય જાતિના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ ખાણદાણ સહાય
સહાયનું ધોરણ:
- વાર્ષિક પ્રતિ પશુ પ્રતિ પશુપાલક (કુટુંબ) દીઠ એક વખત સહાય મળવા પાત્ર રહેશે. રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્રારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે. લાભાર્થિ દીઠ કુલ ૧૫૦ કિગ્રા ખાણદાણ માટે ૧૦૦% લેખે સહાય

Pasu Khandan Sahay Yojana 2025 માટે લાભાર્થીની પાત્રતા.
- અરજદારને ગુજરાતમાં પોતાની જમીન હોવી જોઈએ.
- પશુપાલનનો વ્યયવસાય કરતા હોવા જોઈએ.
- ગુજરાતના રહેવાસી હોવા જોઈએ.
મફત પશુ ખાણદાણ સહાય માટે ખેડૂતને આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. જેની માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરીયાત રહે છે.
- આધારકાર્ડની નકલ
- 7/12 ઉતારા કે 8-અ ની નકલ
- અરજદાર દિવ્યાંત હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર.
- રેશનકાર્ડની નકલ
- કુદરતી સંવર્ધન રીતે કે બીજદાનથી પશુ ફેળવ્યાનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- પશુઓમાં ગર્ભ પરીક્ષણનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
- જો આપ સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત.
આ પણ વાંચો:
અરજી કરવાની તારીખ :
- 09/05/2025 થી 15/06/2025
અરજી કરવાની link : Link
Pashu Khandan Sahay Yojana 2025 :
યોજનાનું નામ | મફત પશુ ખાણદાણ સહાય યોજના |
લાભ કોને મળશે | ગુજરાતના તમામ ખેડૂતને આવક મર્યાદા વિના |
યોજના હેઠળ મળનાર લાભ | 150 કિલો મફત પશુખાણ દાન |
અરજી ક્યાં કરવી | Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહે |
અરજી કરવાનો સમયગાળો | 09/05/2025 થી 15/06/2025 |
ઓફિસિલય વેબસાઈટ | Ikhedut.gujarat.gov.in |
🐄 પશુ ખાણદાણ સહાય યોજના 2025 – વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
પ્ર.1: પશુ ખાણદાણ સહાય યોજના શું છે?
ઉ: આ યોજના હેઠળ ગુજરાત રાજ્ય સરકાર ગર્ભાવસ્થા (ગાભણ) અને વિયાણ (ડિલિવરી) પછી પશુઓ (ગાય/ભેંસ) માટે 150 કિ.ગ્રા ખાણદાણ મફતમાં આપે છે, જેથી પશુઓનું આરોગ્ય સારું રહે અને દૂધ ઉત્પાદન વધે.
પ્ર.2: આ યોજના અંતર્ગત કોને લાભ મળે છે?
ઉ: સામાન્ય જાતિના પશુપાલકોને જેમણે પોતાનું પશુપાલન વ્યવસાય ધરાવતો હોય અને જે ગુજરાત રાજ્યના રહેવાસી હોય.
પ્ર.3: કેટલા કિલો ખાણદાણ માટે સહાય મળે છે?
ઉ: પ્રતિ પશુ દર વર્ષે એક વખત 150 કિલો મફત ખાણદાણ માટે 100% સહાય મળે છે.
પ્ર.4: કઈ પરિસ્થિતિમાં સહાય મળે છે?
ઉ:
-
-
ગાભણ અવસ્થામાં (pregnancy stage)
-
-
-
વિયાણ પછી (Post-calving)
-
દરેક ઘટક માટે અલગથી 150 કિગ્રા ખાણદાણ સહાય મળવી પાત્ર છે.
પ્ર.5: અરજી કઈ રીતે કરવી?
ઉ: અરજી ઓનલાઈન iKhedut પોર્ટલ પર કરવી પડશે.
પ્ર.6: અરજી કરવાની તારીખ શું છે?
ઉ:
📅 09 મે 2025 થી 15 જૂન 2025 સુધી અરજી કરી શકાશે.
પ્ર.7: અરજી માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ?
ઉ:
-
આધાર કાર્ડ
-
7/12 ઉતારો અથવા 8-અ ની નકલ
-
રેશનકાર્ડ
-
પશુ ફેળવ્યા અંગેનું પ્રમાણપત્ર (જોયે તો)
-
ગર્ભ પરીક્ષણનું પ્રમાણપત્ર (જોયે તો)
-
દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (જો અરજદાર દિવ્યાંગ હોય તો)
-
સહકારી મંડળીના સભ્ય હોવાની વિગતો (જો લાગુ પડે તો)
પ્ર.8: શું આ યોજના માટે આવક મર્યાદા છે?
ઉ: ના. આ યોજના માટે કોઈ આવક મર્યાદા નથી. રાજ્યના કોઈપણ ખેડૂત કે પશુપાલક લાભ લઈ શકે છે.
પ્ર.9: મારે બે પશુ હોય તો બંને માટે લાભ મળે?
ઉ: ના. દર કુટુંબ દીઠ પ્રતિ વર્ષ એક પશુ માટે સહાય મળે છે, તે પણ એક વખત.
પ્ર.10: સહાય કઈ રીતે આપવામાં આવે છે?
ઉ: જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા ખાણદાણની વિતરણ પદ્ધતિથી સીધો લાભ આપવામાં આવે છે. લાભાર્થીએ માત્ર ખાણદાણ લેવાનું હોય છે, નકદ રકમ મળતી નથી.
પ્ર.11: સહાય કઈ જાતના પશુઓ માટે લાગુ પડે છે?
ઉ: માત્ર ગાય અને ભેંસ જેવા દૂધ આપતા પશુઓ માટે જ સહાય લાગુ પડે છે.
પ્ર.12: ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?
ઉ:
👉 https://ikhedut.gujarat.gov.in
પ્ર.13: વધુ માહિતી માટે કયા સંપર્ક કરવો?
ઉ: તમે તમારા તાલુકાના કૃષિ અધિકારી અથવા VLW (ગામસેવા કેન્દ્ર) અથવા જિલ્લા પશુપાલન વિભાગનો સંપર્ક કરી શકો છો.