ગુજરાતમાં દીકરીઓને મળે છે 1 લાખ રૂપિયાની સહાય ,જાણીલો આ મોટી યોજના વિશે-Vahali Dikari Yojna 2025

ઓગસ્ટ-2019 પછી જન્મેલી દીકરીઓને શિક્ષણથી લઈને લગ્ન સુધીની સહાય મળશે, જેમાં ધો-1, ધો-9 અને 18 વર્ષની ઉંમરે 4 હજારથી ₹ 1 લાખ અપાશે (Girls born after August 2019 will get assistance from education to marriage, including Rs 4,000 to Rs 1 lakh for Std-1, Std-9 and at the age of 18.)

 

ગુજરાતમાં વર્ષ 2019માં ‘વહાલી દીકરી યોજના’નો અમલ શરુ કરાયો હતો, જેના દ્વારા ગરીબ વ્યક્તિને તેની દીકરીના ભણતરથી લઈને લગ્ન સુધીના પ્રસંગોના ખર્ચને પહોંચી વળવા માટે સરકારની મદદ કરે છે. છેલ્લા 5 વર્ષોમાં આ યોજના હેઠળ 2.37 લાખથી વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે. આ યોજનાનો લાભ હવે, 2025-26થી, મળવા લાગશે, કારણ કે યોજનાની જોગવાઈઓ એવી છે કે, લાભાર્થી દીકરીઓ ધોરણ 1માં માં પ્રવેશ લીધા પછી જ લાભ મેળવવા પાત્ર બને છે. આ યોજનાની લાભાર્થી દીકરીઓને 18 વર્ષની ઉમર સુધી 4 હજારથી લઈને 1 લાખ રૂપિયા સુધીની સહાય મળશે.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના 2025 (Vahali Dikari Yojna 2025 ) બહાર પાડી છે. આ યોજના હેઠળ દીકરીને રૂપિયા 1,10,000નો લાભ મળે છે. રાજ્ય અને સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા, દીકરીના શિક્ષણ વધારવા, સ્ત્રી સશક્તિકરણ કરવા અને બાળ લગ્ન અટકાવવાના ઉદ્દેશ્યથી આ યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના માતા કે પિતા ઓનલાઈન અરજી કરી શકે છે.

  • પ્રથમ હપ્તા પેટે, લાભાર્થી દીકરીઓને ધોરણ 1માં પ્રવેશ સમયે રૂ. 4000/- મળવાપાત્ર થશે.
  • બીજો હપ્તો પેટે, લાભાર્થી દીકરી ધોરણ 9માં પ્રવેશ સમયે રૂ. 6000/- મળવાપાત્ર થશે.
  • ત્રીજા (છેલ્લા) હપ્તા પેટે, દીકરી 18 વર્ષની ઉંમર થાય, તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે. પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.
Vahali Dikari Yojna 2025

યોજનાનો લાભ લેવા માટે શું છે લાયકાત?

આ યોજનાનો લાભ રાજ્યની તમામ પાત્રતા ધરાવતી દીકરીઓને મળશે. આ સિવાય પણ કેટલીક પાત્રતા નક્કી કરેલી છે, જે નીચે મુજબ છે.

  • લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
  • દીકરીનો જન્મ તારીખ- 02/08/2019 ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ.
  • દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે.
  • માતા-પિતાની સંયુક્ત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી (ગ્રામ અને શહેરી બંને વિસ્તાર માટે) હોય તેમને લાભ મળશે.
  • એકલ માતા-પિતાના કિસ્સામાં માતા કે પિતાની આવકને ધ્યાનમાં રખવામાં આવશે.
  • માતા-પિતાની હયાતી ના હોય તેવી દીકરી માટે દાદા, દાદી, ભાઈ કે બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે.
  • બાલલગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની જોગવાઈ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપત્તિને આ યોજનાનો લાભ મળી શકે છે.

આ યોજનાનો લાભ લેવા કયા ડોક્યુમેન્‍ટ જરૂરી?

  1. દીકરીના જન્મનું પ્રમાણપત્ર
  2. દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)
  3. માતા અને પિતા બન્નેનું આધારકાર્ડ
  4. માતા અને પિતા બંનેનું જન્મનું પ્રમાણપત્ર
  5. આવકનો દાખલો
  6. દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા
  7. લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ (પ્રમાણપત્ર)
  8. સ્વ-ઘોષણાનો નમૂનો
  9. અરજદારના રેશનકાર્ડની નકલ.
  10. લાભાર્થી દીકરી, અથવ માતા/પિતાની બેંક ખાતાની પાસબુક

વ્હાલી દીકરી યોજના સોગંદનામું રદ કરાયું

ગુજરાત સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના સોગંદનામાની જોગવાઈમાં નવા ફેરફાર કરાયા છે. જેને ધ્યાનમાં રાખીને, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પણ વ્હાલી દીકરી યોજનામાં સોગંદનામાની પ્રક્રિયા રદ કરાઈ છે. હવે એફિડેવિટને રદ કરીને સ્વ-ઘોષણા (Self Declaration) પ્રક્રિયા દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો…

વ્હાલી દીકરી યોજના સ્વ-ઘોષણાનો નમૂનો

સરકાર દ્વારા જ્યારે એફિડેવિટની પ્રક્રિયા રદ કરવામાં આવી ત્યારે સ્વ-ઘોષણા કરી શકાશે. આ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના સ્વ-ઘોષણાનો નમૂનો બહાર પાડવામાં આવેલ છે, જેનો નમૂનો ડાઉનલોડની લિંક દ્વારા કરી શકાશે.

વહાલી દીકરી યોજના
Vahali Dikari Yojna 2025

કેવી રીતે કરી શકશો અરજી?

અહીં ક્લિક કરીને Vahli Dikri Yojana Form અને સ્વ-ઘોણષા પત્ર કરો ડાઉનલોડ: View PDF

  • મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજનાનું નામ ફોર્મ ઓફિશિયલ વેબસાઈટ WCD.GUJARAT.GOV.IN પર ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે મળશે.
  • સૌપ્રથમ ગ્રામસ્તરે ચાલતી Village Computer Entrepreneur (VCE) પાસે યોજનાનું ફોર્મ મેળવી શકાશે.
  • તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીના “વિધવા સહાય યોજના”ના કોમ્પ્યુટર ઓપરેટર અથવા “જનસેવા કેન્‍દ્ર” પર જઈને ફોર્મ મેળવી શકાશે.
  • જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે વિનામૂલ્યે એપ્લિકેશન ફોર્મ મેળવી શકાશે.
  • નવા સુધારા ઠરાવ મુજબ વ્હાલી દીકરી યોજનાની ઓનલાઈન અરજી Digital Gujarat Portal પરથી કરી શકાય છે.
  • લાભાર્થીની દીકરીના પિતા અથવા માતા દ્વારા નિયત નમૂનામાં વ્હાલી દીકરી યોજના ફોર્મ PDF ભરીને આપવાનું રહેશે.
  • તમામ ડોક્યુમેન્‍ટ ઓરીજનલ આપવાના રહેશે.
  • ગ્રામ્ય VCE અને તાલુકા ઓપરેટર દ્વારા તમામ ડોક્યુમેન્‍ટ અને વાલી દિકરી યોજના નું ફોર્મ ચકાસણી કરશે.
  • VCE અથવા તાલુકા ઓપરેટર તેમના ઓફિશીયલ લોગીન દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે.
  • તમને ઓનલાઈન ફોર્મ ભર્યાની પહોંચ આપશે, જેની નકલ સાચવીને રાખવાની રહેશે.

યોજનાની અરજી બાદ સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકાય?

વ્હાલી દીકરી યોજનાની એપ્લિકેશન સ્ટેટ્સ ચેક કરવા માટે તમારા જીલ્લાની મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે મુલાકાત કરવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *